Vapi Municipal Corporation: આનંદો ! વાપીને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે, વાપીની જનતાએ સરકારના નિર્ણયને વધાવ્યો - પ્રથમ પેપરલેસ અને સૌથી મોટું બજેટ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-02-2024/640-480-20650528-thumbnail-16x9-x-aspera.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Feb 2, 2024, 5:57 PM IST
વાપી : ગુજરાત રાજ્યના નાણાપ્રધાન અને વાપી-પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ આજે વર્ષ 2024-25 માટે ગુજરાત રાજ્યનું બજેટ જાહેર કર્યું છે. આ બજેટમાં વાપી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરતા વાપીના શહેરીજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
ગુજરાત સરકારની જાહેરાત : આગામી સમયમાં વાપી શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે, તેનાથી આ વિસ્તારને અનેકગણો ફાયદો થશે. વાપી તાલુકાના 9 ગામોનો પણ સમાવેશ વાપી મહાનગરપાલિકામાં થવાનો છે. આ જાહેરાત બાદ વાપી નગરપાલિકા ખાતે નગરસેવકોએ ઉપપ્રમુખની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ઉપરાંત ગુજરાત સરકારના આ નિર્ણય અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
ગુજરાત બજેટ 2024-25 : ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના નાણાકીય વર્ષ 2024-25 નું બજેટ આજે રજૂ થયું છે. રાજ્યના નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ પેપરલેસ અને સૌથી મોટું બજેટ રજૂ કર્યું છે. નાણાંપ્રધાને કુલ 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં અનેક મહત્વપૂર્ણ જોગવાઈ કરી હોવાની જાહેરાત કરી છે.