હળવદમાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પણ જીવન ટૂંકાવ્યું - Morbi News - MORBI NEWS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-06-2024/640-480-21689623-thumbnail-16x9-b-aspera.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Jun 11, 2024, 10:51 PM IST
મોરબીઃ હળવદના ભવાનીનગર ઢોરાં વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. પોલીસ ટીમે તપાસ ચલાવી હતી તો બનાવ સ્થળેથી થોડે દુર પતિનો પણ મૃતદેહ મળ્યો હતો. પતિએ પત્નીની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હોવાથી પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી તપાસ ચલાવી છે. હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં મદીનાબેન યુનુસભાઈ સંધી (ઉ.વ.૩૫) નામની પરિણીતાની હત્યા તેના પતિએ કરી હતી. દંપતી વચ્ચે બોલાચાલી થતા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પત્નીની હત્યા કર્યા બાદ પતિ ફરાર થયો હતો. બનાવની જાણ થતા હળવદ પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ ચલાવી હતી. હળવદ પોલીસ આરોપી સુધી પહોંચે તે પૂર્વે જ પતિએ પણ આત્મહત્યા કરી લીધી હતી. વાંકાનેરના ડીવાયએસપી એસ. એચ. સારડાએ જણાવ્યું હતું કે, યુનુસ અબ્રાહમ સંધી નામના ઇસમે પત્નીની હત્યા કર્યા બાદ પોતે ઝેરી દવા પી લીધી હતી. હત્યાના સ્થળથી થોડે દૂર હનુમાનજી મંદિર પાસે આરોપી પતિનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે. બનાવ અંગે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.