નવસારી વાસીઓ રેઈનકોટ-છત્રી સાથે રાખજો, બીજા દિવસે પણ મેધરાજાની રમઝટ - heavy rain in navasari
🎬 Watch Now: Feature Video
નવસારી: રાજ્યમાં ચોમાસાની શરુઆત થઈ ગય છે. ત્યારે નવસારી જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદે પોતાની રમઝટ ચાલુ રાખી હતી. જેના પગલે લોકોને બફારાથી આંશિક રીતે રાહત મળી હતી. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતો માટે પણ વાવણી માટેનો વરસાદ શરૂ થતા ખેડૂતો પણ સારા પાકની આશા લઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે ડાંગર માટેનું ધરૂવાર્યું તૈયાર કરી દેવામાં આવ્યું છે. જેથી વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોએ પણ રાહતના શ્વાસ લીધા છે. જિલ્લાના છ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારી તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ પિનાકીન પટેલ જણાવે છે કે આ વર્ષે વરસાદની પેટર્ન બદલાઈ છે અને 15 જૂન સુધી ગુજરાતમાં વરસાદનું આગમન થતું હોય છે પરંતુ આ વખતે વરસાદ ઘણો મોડો શરુ થયો છે જેને લઇને ખેડૂતો ચિંતામાં હતા. પરંતુ મોડે મોડે પણ વરસાદના શ્રી ગણેશ થતાં ડાંગર પકવતા ખેડૂતો માટે વાવણી લાયક વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે.
જિલ્લા સાર્વત્રિક વરસાદ નોંધાયો: જિલ્લામાં આજ સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં નવસારીમાં 4.41 ઈંચ, જલાલપોરમાં 3.62 ઈંચ, ગણદેવીમાં 2.45 ઈંચ, ચીખલીમાં 2.16 ઈંચ, ખેરગામમાં 3.12 ઈંચ અને વાંસદામાં 0.87 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીના 10 કલાકમાં નવસારીમાં 1.75 ઈંચ, જલાલપોરમાં 1.5 ઈંચ, ગણદેવીમાં 01 MM, ચીખલીમાં 02 MM, ખેરગામમાં 03 MM અને વાંસદામાં 02 MM વરસાદ નોંધાયો છે.