'મેરે દેશ કી ધરતી સોના ઉગલે...' ઓલપાડ તાલુકામાં ખેડૂતોએ કર્યા વાવણીના શ્રીગણેશ - Monsoon in Surat - MONSOON IN SURAT
🎬 Watch Now: Feature Video
Published : Jun 24, 2024, 2:09 PM IST
સુરત: વહેલી સવારથી સુરત જિલ્લામાં મેઘરાજની સવારી આવી પહોંચી છે. સુરતના ઓલપાડ તાલુકાના કિમ, કુડસડ, સાયણ, સાંધીએર, કઠોદરા સહિતના અલગ અલગ ગામડાઓમાં છુંટો છવાયો વરસાદ વરસ્યો હતો.વહેલી સવારે વરસાદ વરસતા નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો પરંતુ વરસાદની આતુરતાથી રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સ્થિર થઈ જતાં સમગ્ર રાજ્યના લોકો ચિંતામાં મુકાયા હતા. ત્યારે હાલ ફરી ચોમાસુ આગળ વધતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે. સ્થાનિક ખેડૂત આગેવાન સંજય ભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજરોજ સવારથી કાળા ડીબાંગ વાદળો ઘેરાયા અને છુંટો છવાયો વરસાદ વરસ્યો. જેને લઇને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. હાલ પૂરજોશમાં વાવણીની કામગીરીમાં ખેડૂતો જોતરાઈ ગયા છે.