NSG mock drill: NSGના કમાન્ડો સહિત પોલીસ જવાનોના ધાડે ધાડા ઉતરી પડ્યા, પછી ખબર પડી... - નર્મદા ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
Published : Feb 9, 2024, 11:45 AM IST
નર્મદા: નર્મદા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એકતાનગરના એડમીન બિલ્ડિંગ ખાતે 'કાઉન્ટર ટેરેરિસ્ટ એટેક' મોકડ્રીલ યોજાઇ હતી. આ મોકડ્રીલ દરમિયાન એકતા નગરના એડમિન બિલ્ડિંગમાં કેટલાક આતંકવાદીઓ ઘૂસ્યા હોવાનો સંદેશો સ્થાનિક પોલીસને મળતા સ્થાનિક પોલીસ દ્વારા એડમીન બિલ્ડિંગ ખાલી કરાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ સંધ્યાકાળ થતાં આતંકવાદીઓએ બિલ્ડિંગ સહિત આજુબાજુની જગ્યાએ અંધારપટ કરી દેતા ઘોર અંધારું છવાયું હતું અને કવાયત અઘરી બની હતી. પરંતુ પોલીસે NSG કમાન્ડોની મદદ માંગતા NSGના 11 જેટલા DYSP કક્ષાના જવાનો, 16 સબ ઇન્સ્પેક્ટર કક્ષાના જવાનો સહિત 116 કમાન્ડોએ મોડી રાત્રી સુધી કવાયત હાથ ધરી હતી. આ ઓપરેશનમાં ચેતક કમાન્ડો, ડોગ સ્ક્વૉડ અને સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. જોકે આ એક મોકડ્રિલ હતી અને આ મોકડ્રિલ દ્વારા જ્યારે આતંકવાદી હુમલો થાય તો બચાવ કામગીરી કેવી રીતે કરી શકાય તેની પ્રેક્ટીકલ અને ત્વરીત કાર્યવાહીની ખાતરી કરી હતી.