Nitin Patel vs Karshan Solanki : નીતિન પટેલના નિવેદન પર MLA કરશન સોલંકીએ બળાપો કાઢ્યો - Nitin Patel vs Karshan Solanki

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Mar 14, 2024, 12:43 PM IST

મહેસાણા : લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. તાજેતરમાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેર મંચ પરથી વિવાદિત નિવેદન કરતાં કહ્યું કે, તમે આજકાલના આવેલા મને શીખવાડશો ? કડીમાં કયો કાર્યકર ચલે અને કયો કાર્યકર ના ચાલે એની મારા જેટલી કોઈને ખબર નહીં હોય.

નીતિન પટેલ vs કરશન સોલંકી : નીતિન પટેલના આ નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે આ અંગે હાલમાં જ કડીના ધારાસભ્ય કરસન સોલંકીએ વળતો જવાબ આપ્યો હતો. ધારાસભ્ય કરશન સોલંકીએ બળાપો કાઢતાં કહ્યું કે, છેલ્લા બે મહિનાથી નીતિનભાઈ મને બોલાવતા નથી. હું તો નીતિનભાઈને પગે લાગું છું પણ સાહેબ સામું પણ જોતા નથી. સાહેબ અમારી સામે ના જોવે તો અમે એમને બોલાવવાનું બંધ કર્યું.

રિસામણાના કારણ ! કરશન સોલંકીએ કહ્યું કે, બે જૂથ પડ્યા એવું મને નથી દેખાતું, એવું હોય તો નીતિનભાઈ જાણે. નીતિનભાઈ જાણતા હોય બે જૂથ પડ્યા તો એમને ખબર. અમે તો રજૂઆત કરી હતી પાલિકામાં પ્રમુખ તરીકે બેન ચાલે જ નહીં. મેં રજૂઆત કરેલી કે બેન સિવાય બીજાને પ્રમુખ બનાવો. નગરપાલિકા પ્રમુખની ચૂંટણી દરમિયાન રજૂઆત કરી ત્યારથી રિસાઈ ગયાં છે.

કરશન સોલંકીનો દાવો : નીતિનભાઈ શિખામણ ભલે આપતા પણ હું બધું શીખી બેઠેલો છું. 1985 થી ભાજપમાં છું અને ભાજપમાં રહેવાનો છું. નીતિનભાઈ બોલે છે મેં કામ કર્યું, પણ ભાજપની સરકારે બધું કર્યું છે, નગરપાલિકામાં જે કર્યું અને સરકારે કર્યું છે.

  1. Nitin Patel: કડીમાં નીતિન પટેલેનો જાહેરમાં બળાપો, કહ્યું - તમે આજકાલના આવેલા મને શીખવાડશો ? કડીના રાજકારણની મારા જેટલી કોઈને ખબર નહિ હોય
  2. Loksabha Election 2024 : અન્ય પક્ષમાંથી આવતા નેતા અને કાર્યકરો પ્રત્યે નીતિન પટેલનો અણગમો પક્ષના વરેલા કાર્યકરોની ચિંતાનું પ્રતીક

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.