thumbnail

સંકટ મોચન સુરત ફાયર વિભાગ : તાપી નદીમાં છલાંગ લગાવનાર આધેડનો જીવ બચાવ્યો - Surat Fire Department

By ETV Bharat Gujarati Team

Published : Jul 15, 2024, 7:18 AM IST

સુરત : હાલ કોઈને કોઈ કારણોસર જીંદગીથી હારીને લોકો આત્મહત્યા કરી રહ્યા છે. સુરતની તાપી નદી પરથી સમયાંતરે જીવ ટૂંકાવવા માટે મોતની છલાંગ લગાવવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. જોકે, રાહદારીઓની સમય સૂચકતાને કારણે ઘણી વખત મોત વ્હાલું કરનાર વ્યક્તિનો જીવ બચાવી લેવાય છે. આવી જ ઘટના ફરી એક વખત બની હતી. કોઈ કારણોસર વધુ એક વ્યક્તિએ તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. આ અંગે સુરત ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અહીં પહોંચી નદીમાં ઝંપલાવનાર આધેડને ફાયર વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. આધેડ સહી સલામત બહાર નીકળતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.