માર્ચ એન્ડિંગ બાદ ઉંઝા એપીએમસી ફરી ધમધમતું થયું, જીરુની મબલક આવક નોધાઈ - Unza apmc start after march

🎬 Watch Now: Feature Video

thumbnail

મહેસાણા: એશિયાનું સૌથી મોટું અને સ્પાઇસ સીટી તરીકે ઓળખાતું મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડ માર્ચ એન્ડિંગના શોર્ટ બ્રેક બાદ આજથી ફરી એકવાર ધમધમતું થયું હતું. માર્ચ એંડિંગ દરમ્યાન ઉંઝા APMC માં જાહેર હરાજી સહિતની કામગીરી બંધ રાખી હિસાબો પૂર્ણ કરવામાં આવતા હોય છે. માર્ચ એન્ડિંગ દરમિયાન હિસાબ કિતાબ માટે એકાદ અઠવાડિયા પૂરતું બંધ રાખવામાં આવ્યું હતું . જે ઊંઝા માર્કેટ યાર્ડ આજથી ફરી એકવાર ધમધમતું થયું હતું. માર્ચ એંડિંગની રજાઓ બાદ ફરી એકવાર માર્કેટ યાર્ડ શરૂ થતા ફરીથી ખેડૂતો અને વેપારીઓ ની ચહલ પહલ થી ધમધમતું થયું હતું. આજે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ લઈ ઊંઝા માર્કેટ યાર્ડ પહોચ્યા હતા. જીરાની આજે અંદાજે 35,000 થી વધુ બોરીની આવક નોંધાઈ હતી.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.