ચંદા દો, ધંધા લો...મહેસાણા કોંગ્રેસ સમિતિએ ઈલેક્ટોરલ બોન્ડ મામલે ભાજપને ઘેર્યું - Electoral Bond issue - ELECTORAL BOND ISSUE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-04-2024/640-480-21128241-thumbnail-16x9-x-aspera.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Apr 2, 2024, 5:17 PM IST
|Updated : Apr 2, 2024, 5:32 PM IST
મહેસાણા : મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડને લઈને ભાજપ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. મહેસાણા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે કોંગ્રેસ સમિતિએ ભાજપ સરકાર પર લૂંટનીતિનો આક્ષેપ કરતા કહ્યું કે, ઇલેક્ટોરલ બોન્ડના નામે ભાજપની ચંદા...દો ધંધા લો, કોન્ટ્રાકટ લો...લાંચ આપોની નીતિ છે. ઇલેક્ટોરલ બોન્ડ માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વના સૌથી મોટા કૌભાંડ પૈકીનો એક છે. બીજી બાજુ ગેર બંધારણીય અને બિન લોકતાંત્રિક રીતે કોંગ્રેસ પક્ષના એકાઉન્ટ ફ્રીઝ કરી દેવા તે ભાજપ સરકારના હથકંડા હોવાનો આરોપ લગાવ્યો હતો. ઇલેક્ટોરલ બોન્ડની હપ્તા વસૂલી સહિતના મુદ્દા અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખ ચૌધરીએ વિગતવાર માહિતી અપાઈ હતી.