ભગવાન જગન્નાથજીના ભવ્ય મામેરાના દર્શન કરી ભક્તોએ અનુભવી ધન્યતા - Jagannath mameru - JAGANNATH MAMERU
🎬 Watch Now: Feature Video
Published : Jul 3, 2024, 5:52 PM IST
અમદાવાદ: શહેરમાં 147મી શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળવાની છે. ત્યારે શહેરના જગદીશ મંદિરમાં ભગવાન જગન્નાથજીનું મામેરુ દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. અમાસ થી લઇને ત્રીજ સુઘીના વાઘા આભુષણ અને શ્રૃંગાર દર્શન માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. નિજ મંદિર થી યજમાન મંદિરે મામેરુ લાવવામાં આવ્યું છે. ઢોલ નગારા સાથે વાજતે ગાજતે મંદિરમાં ભવ્ય શોભાયાત્રાનો ઉત્સવ યોજવામાં આવ્યો હતો. ભગવાનના મામેરાના દર્શન કરીને લોકોએ ધન્યતાની લાગણી અનુભવી હતી. ઢોલ નગારા સાથે મામેરુ લાવતા ભક્તોએ ભગવાનને દિવ્ય આભુષણો અર્પણ કરવામાં આવ્યા હતા. મંદિરમાં ભગવાનની આગતા સ્વાગતા કરવામાં આવશે. જગન્નાથ રથયાત્રા પહેલા ભગવાનના મામેરાના દર્શનનો લ્હાવો ભક્તોએ લીધો હતો અને ધન્યતાની લાગણી અનુભવી હતી.