thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Mar 15, 2024, 3:36 PM IST

ETV Bharat / Videos

Pamol Doodh Mandali: વિજાપુરની પામોલ દૂધ મંડળીમાં દૂધ ઉત્પાદકોનું 'હલ્લાબોલ', પશુ આહાર અને ફેટ મામલે ગેરરીતિના આક્ષેપ

મહેસાણાઃ વિજાપુર તાલુકાની પામોલ દૂધ મંડળીમાં દૂધ ઉત્પાદકોએ 'હલ્લાબોલ' કર્યુ છે. દૂધ ઉત્પાદકોએ પશુ આહાર અને દૂધના ફેટની ચૂકવણીમાં ગેરરીતિના આક્ષેપો કર્યા છે. પશુઆહાર ના વેચાણમાં 50 રૂપિયા વધારાના લેવાતા હોવાની ફરિયાદ પણ થઈ છે.  વધુ રૂપિયા લેનાર કર્મચારીને ફક્ત 10 દિવસ માટે સસ્પેન્ડ કરાયો હતો. આટલી સજા બાદ સસ્પેન્ડ થયેલો કર્મચારી ફરીથી નોકરી ઉપર પરત ફરતા વિવાદ થયો. પામોલ ગામના દૂધ ઉત્પાદકોએ દૂધ મંડળી ઉપર જઈ ઉગ્ર રજૂઆતો કરી. જો કે આ રજૂઆતોનો કારોબારી સભ્યો તથા મંત્રીઓ દ્વારા યોગ્ય જવાબ ના મળતા હોબાળો મચ્યો હતો. વધારાના જે 50 રુપિયા લેવામાં આવતા હતા તેમાં કારોબારીઓનો પણ હિસ્સો હોવાના આક્ષેપો દૂધ ઉત્પાદકોએ કર્યા છે. આ અગાઉ પણ પશુ આહારમાં 80 રૂપિયા વધુ લેતા પકડાઈ જવાથી પૈસા પરત અપાવ્યા હોવાની ઘટના ઘટી હતી. કારોબારીના મળતિયા, લાગતા-વળગતા કે સગા સંબંધીઓના દૂધના ફેટ વધારી ઈન ડાયરેક્ટ ફાયદો કરાવતા હોવાનો આક્ષેપો પણ દૂધ ઉત્પાદકોએ કર્યા છે. આ સમગ્ર હલ્લાબોલમાં ગામના સરપંચ પણ દૂધ ઉત્પાદકો સાથે જોડાયા હતા.  

પશુ આહાર અને દૂધના ફેટમાં ગેરરીતિ કરવામાં આવે છે. પશુ આહારના રુપિયા 30ની જગ્યાએ 80 રુપિયા લેવામાં આવે છે...પોપટ ચૌધરી(દૂધ ઉત્પાદક, પામોલ, વિજાપુર)

  1. સુમૂલ ડેરીના સંચાલકો બેફામ વહીવટ કરતા હોવાનો આક્ષેપ, રેલો આવતા તાત્કાલિક દૂધ મંડળીઓના પ્રમુખની યોજાઈ બેઠક 
  2. Sabarkatha: હિંમતનગરના બેરણામાં બનાવટી દૂધ મામલે જિલ્લા પોલીસ વડાને આપ્યુ આવેદનપત્ર

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.