આનંદો ! તાપીનો ઉકાઈ ડેમ છલોછલ: એક વર્ષથી વધુ સમય ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ - Tapi Ukai Dam - TAPI UKAI DAM
🎬 Watch Now: Feature Video
Published : Oct 1, 2024, 2:59 PM IST
તાપી : દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ તેની પૂર્ણતઃ સપાટી સુધી સંપૂર્ણ ભરાયો છે. ચાલુ સિઝનમાં સારા વરસાદને પગલે ઉકાઈ ડેમ તેની સંપૂર્ણ સપાટી 345 ફૂટ સુધી પહોંચ્યો છે. જેથી તાપી, સુરત, નવસારી અને વલસાડ સહિતના જિલ્લામાં ખેતી માટે આગામી એક વર્ષથી વધુ સમય ચાલે તેટલો પાણીનો પર્યાપ્ત જથ્થો ડેમમાં ઉપલબ્ધ થતાં ખેડૂતો સહિત લોકોમાં ખુશીનો માહોલ છે. હાલ ડેમમાં 8919 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. બીજી તરફ ડેમનું લેવલ મેન્ટેઈન રાખવા ડેમમાંથી હાઈડ્રો અને કેનાલ મારફતે 8919 ક્યુસેક પાણીની જાવક ડેમના સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહી છે. ડેમના સત્તાધીશોનું કહેવું છે કે, ડેમ તેની પૂર્ણતઃ સપાટી સુધી પહોંચતા કેટલાક જિલ્લાના લોકોને ખેતી સહિત ઉદ્યોગો માટે એક વર્ષ સુધી પૂરતું પાણી મળી રહેશે. સાથે ઉપરવાસમાંથી જેમ જેમ પાણીની આવક થશે, તેમ તેમ પાણી છોડવાની કાર્યવાહી કરવામાં આવશે.