ETV Bharat / state

પ્લાસ્ટિકના ઝબલા અને બોટલનો અજબ કીમિયો: ઝબલા ભરેલી બોટલ્સના મળશે રુપીયા, ભાવનગરમાં જાણો ક્યાં આપવાની - BHAVNAGAR BUSINESS IDEA

બોટલ્સ આપો અને કરો કમાણીના ધોરણે ભાવનગરમાં પાર્ક થશે વિકસીત...

ઝબલા ભરેલી બોટલ્સના મળશે રુપીયા, ભાવનગરમાં જાણો ક્યાં આપવાની
ઝબલા ભરેલી બોટલ્સના મળશે રુપીયા, ભાવનગરમાં જાણો ક્યાં આપવાની (Etv BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

ભાવનગરઃ ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના સહયોગથી ડોક્ટર તેજસ દોશી દ્વારા અકવાડા ખાતે પ્રથમ ઇકો બ્રિક્સ પાર્ક બનાવવામાં આવ્યું હતું. જેની નોંધ સરકારે પણ લીધી છે. હાલમાં મહાનગરપાલિકાના સહયોગથી ફરી નવું પાર્ક બનાવવા માટે લોકોને બોટલમાં ઝબલા ભરીને આપવા વિનંતી કરાઈ છે. જેમાં ત્રણ બોટલે મહાનગરપાલિકાએ કિંમત આપવાનું પણ નક્કી કર્યું છે. જોકે આ બોટલ આપવા માટેના સેન્ટર્સ પર જાહેર કર્યા છે. જાણો..

ભાવનગર શહેરમાં પ્લાસ્ટિકની બોટલોમાં ઝબલાઓ ભરીને એક ઇકો બ્રિક્સ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે મહાનગરપાલિકાએ ફરી બીજી વખત ત્રણ પ્લાસ્ટિકની બોટલમાં ઝબલા ભરીને આપવામાં આવશે તો દરેક વોર્ડમાં તેની કિંમત પણ ચૂકવવામાં આવશે. મહાનગરપાલિકાએ તેના સ્થળ પણ નક્કી કર્યા છે અને કિંમત પણ નક્કી કરી છે, ત્યારે શું નવીનીકરણ થઈ રહ્યું છે અને લોકો પ્લાસ્ટિકના ઝબલા ફેંકવાને બદલે બોટલોમાં ભરીને આપશે તો બે પૈસાની કમાણી પણ થશે. ચાલો જાણીએ શું છે આ સમગ્ર પ્રોજેક્ટ..

ઝબલા ભરેલી બોટલ્સના મળશે રુપીયા (Etv BHARAT GUJARAT)

કેટલી કમાણી?

મહાનગરપાલિકાના સોલુળવેસ્ટ વિભાગના અધિકારી ફાલ્ગુનભાઈ શાહે જણાવ્યું હતું કે, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાંથી આ જે ઝભલા છે એ ટાઈપનું પ્લાસ્ટિક ઓછું થાય અને તે વાતાવરણમાં પ્રદુષિત વાતાવરણ ન કરે તે માટે લગભગ 2019 આસપાસ ઇક્કો બ્રિક્સ નામનો પ્રોજેક્ટ કરવામાં આવેલો હતો. જેમાં આ જે ભાવનગર શહેરના સ્વચ્છતા માટેના બ્રાન્ડ એમ્બેસેડર ડોક્ટર તેજસભાઈ દોશીના એક પ્રયાસથી અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે શહેરમાંથી ઇક્કો બ્રિક્સ કલેક્ટ કરવાનું શરૂ કરવામાં આવેલું હતું. જેમાં જે પ્લાસ્ટિકની ફેક બોટલ છે ઠંડા પીણા કે પાણીની તેમાં આજે ઝભલાઓ હોય તેને ઠોસ ભરી અને એ એવી ત્રણ બોટલ જે વ્યક્તિ આપે તેને ત્રણ બોટલ દીઠ 10 રૂપિયા આપવામાં આવી રહેલા હતા અને આ પ્રકારે શહેરમાંથી લગભગ 50,000 જેટલી કલેક્ટ કરવામાં આવી હતી. તે સમયે શહેરના અકવાડા ખાતેના જે ગાર્ડન છે ત્યાં ઈકો બ્રિક્સ પાર્ક બનાવવામાં આવેલું હતું. જેમાં ઇટની જગ્યાએ આ જે પ્લાસ્ટિકથી ભરેલી બોટલ્સ જે છે તેનો ઉપયોગ કરીને વિવિધ સ્ટ્રક્ચર બનાવવામાં આવેલા હતા. વોકવે છે, ટ્રી ગાર્ડ છે એ ટાઈપના ત્યાં સ્ટ્રક્ચર બનાવવામાં આવેલા હતા.

ઝબલા ભરેલી બોટલ્સના મળશે રુપીયા

નવું પાર્ક બનશે, લોકોને થશે કમાણી

અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે, હાલમાં ફરીથી મહાનગરપાલિકા દ્વારા શહેરના કૈલાશ વાટીકા ખાતે એક જગ્યા નક્કી કરી અને આ સ્થળ વેસ્ટ ટુ વન્ડર પાર્ક બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યું છે. તો વેસ્ટ ટુ વન્ડર પાર્કમાં પણ ઇક્કો બ્રિક્સનો ઉપયોગ કરીને તેનું આયોજન કરવામાં આવેલું હોવાથી શહેરમાંથી ફરી વખત આ પ્રમાણે ત્રણ બોટલ જે વ્યક્તિ આપશે તેને 10 રૂપિયા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે અને આ પ્રમાણે તે એકત્રિત થશે.

પ્લાસ્ટિકના ઝબલા અને બોટલનો અજબ કીમિયો
પ્લાસ્ટિકના ઝબલા અને બોટલનો અજબ કીમિયો (Etv BHARAT GUJARAT)

ભાવનગરના 13 વોર્ડમાં કઈ જગ્યાએ સ્વીકારાશે બોટલ

  1. ચિત્રા ફુલસર નારી વોર્ડ- આખલોલ જકાતનાકા
  2. વડવા બ વોર્ડ- તિનબતી ચોક ચાવડી ગેઈટ
  3. પિરછલ્લા વોર્ડ- મહિલા કોલેજ સર્કલ યશવંતરાય નાટ્ય ગૃહ બાજુમાં મ્યુનિસિપલ શાળા નં. 22
  4. વડવા અ વોર્ડ- સી.ટી.બસ સ્ટેન્ડની બાજુમાં ગંગાજળીયા તળાવ
  5. કુંભારવાડા વોર્ડ- શીતળામાની દેરી સામે નારી રોડ
  6. બોરતળાવ વોર્ડ- બાલવાટીકા પાસે
  7. તખ્તેશ્વર વોર્ડ- પારસીની અગીયારી સામે નવાપરા
  8. કરચલીયાપરા વોર્ડ- પ્રભુદાસ તળાવ ફાયર સ્ટેશન
  9. ઉ.ક્રૃષ્ણનગર રૂવા વોર્ડ- પ્રા.શાળા નં. 17 પાસે દિપક ચોક
  10. કાળીયાબીડ વોર્ડ- BMC પૂર્વ ઝોનલ ઓફિસ, મંત્રેશ કોમ્પલેક્ષ સામે, વારાહી સોસાયટી
  11. દક્ષિણ સરદારનગર વોર્ડ- સિંધી સ્કુલ પાસે, સરદારનગર
  12. ઉતર સરદારનગર વોર્ડ- સરદારનગર મ્યુનિ. શોપીંગ સેન્ટર
  13. ઘોઘાસર્કલ વોર્ડ- મ્યુ.શાળા ચંદ્રમોલી શિવાજી સર્કલ પાસે

બોટલ કલેકશન સેન્ટર પર આપી શકાશે. જેની ખરાઇ પછી બોટલ્સ લાવનાર દરેક વ્યક્તિને કુલ 03 બોટલ દીઠ રૂ. 10 મળશે. ઓછામાં ઓછી ત્રણ બોટલ્સનો જથ્થો સ્વીકારાશે. છૂટક, ખાલી કે તૂટેલી બોટલ્સ સ્વીકારવામાં આવશે નહીં. આ સ્કીમ મુજબની ઇકો બ્રીક્સ (પ્લાસ્ટીકથી ઠોસ ભરેલી) બોટલ્સ તા. 18/12/2024 ના રોજથી સવારે 9.30 થી 11.00 ક્લાક અને બપોરે 2.30 થી 4.30 દરમ્યાન સ્ટાફની ઉપલબ્ધીને આધિન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની તમામ વોર્ડ ઓફિસે સ્વીકારવામાં આવશે.

  1. ભાવનગર: સરકારી આવાસ બનવા છતાં 'મફતનગર' કેમ ઘટતા નથી? ગઢેચી નદી કાંઠે વસતા લોકોએ ઠાલવી વ્યથા
  2. ગુજરાતમાં માછીમારી ઉદ્યોગ પર ફેલાઈ શકે છે ગંભીર સંકટઃ મહાકાય કંપનીઓની ધંધામાં એન્ટ્રી અને અસરો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.