ઉંઝા ઉમિયા માતાજી મંદિર સંસ્થાનના પ્રમુખ પદે ચોથીવાર બાબુભાઈ પટેલની નિમણુક - Unjha Umiya Mataji Mandir Sansthan - UNJHA UMIYA MATAJI MANDIR SANSTHAN
🎬 Watch Now: Feature Video
Published : Sep 30, 2024, 10:03 AM IST
મહેસાણા: વિશ્વના કડવા પાટીદારનું શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એવા ઉંઝાના સુપ્રસિદ્ધ ઉમિયા માતાજી મંદિર સંસ્થાનની કારોબારી યોજાઈ હતી, જેમાં સતત ચોથી વાર પ્રમુખ પદે બાબુભાઈ પટેલની વરણી કરી રીપીટ કરાયા છે. ઉમિયાધામ ઊંઝાના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારોની નિમણુક કરાઇ હતી. ઉમિયાધામ ઊંઝા ખાતે કારોબારી સભામાં વરણી કરવામાં આવી હતી. કારોબારી સભામાં ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશથી કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. ઉમિયાધામ ઊંઝાના નવીન પ્રમુખ તરીકે સતત ચોથી વાર બાબુભાઈ પટેલ (BJP) ની નિમણુક કરાઇ હતી. બાબુભાઈ પટેલ દસક્રોઈના ધારાસભ્ય છે. ઉપ પ્રમુખ તરીકે રમેશભાઈ પટેલ (દૂધ વાળા), ગોવિંદભાઈ પટેલ (વરમોરા) ની નિમાયા હતા. મંત્રી તરીકે દિલીપભાઈ પટેલ (નેતાજી) નિમાયા હતાં.