મહેસાણા અને વિસનગરમાં 6 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું - Mahesana News - MAHESANA NEWS
🎬 Watch Now: Feature Video
Published : Jul 29, 2024, 8:32 PM IST
મહેસાણા: જિલ્લામાં આજે વહેલી સવારથી ઘેરા વાદળો છવાયા હતા. સવારથી સાંજ સુધી સમગ્ર મહેસાણા જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી હતી. મહેસાણા જિલ્લામાં સવારે 6થી સાંજે 4 કલાક સુધી નોંધાયેલ વરસાદ જોઈએ તો સતલાસણામાં 2, ખેરાલુમાં 1.8, ઊંઝામાં 3, વિસનગરમાં 6, વડનગરમાં 3, વિજાપુરમાં 5, મહેસાણામાં 5.9, બેચરાજીમાં 2.5, કડીમાં 1.2 અને જોટાણા 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આમ મહેસાણા જિલ્લામાં આજે સાર્વત્રિક ભારે વરસાદ નોંધાયો હતો. મહેસાણા શહેરના ગોપી અને ભમરીયા નાળા તેમજ મોઢેરા રોડ , રાધનપુર રોડ , બસ પોર્ટ, માનવ આશ્રમ , માલ ગોડાઉન રોડ વિસ્તારમાં ઢીંચણથી કેડ સુધી પાણી ભરાઈ ગયા હતા. મહેસાણાના ગોપીનાળામાં ભરાયેલા પાણીમાં એક ટ્રેક્ટર ફસાઈ ગયું હતું. જેમાં સવાર 6 વિદ્યાર્થીનીઓ સહિત કુલ 13 લોકો ફસાઈ ગયા હતા. ફાયર સેફ્ટીની ટીમે રેસ્ક્યુ કરી તેમનો બચાવ કર્યો હતો. વિસનગરમાં પડેલા 6 ઈંચ વરસાદથી રસાતાળ થયેલ સ્થિતિનો તાગ મેળવવા આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ પણ વિસનગર દોડી આવ્યા હતા.