અદ્ભુત રોશનીથી ઝગમગ્યું "મા અંબા ધામ", જુઓ ડ્રોન વીડિયો દ્વારા અંબાજી મંદિરનો મંત્રમુગ્ધ નજારો - Bhadarvi Poonam Mela - BHADARVI POONAM MELA
🎬 Watch Now: Feature Video
Published : Sep 14, 2024, 6:58 AM IST
|Updated : Sep 14, 2024, 8:57 AM IST
બનાસકાંઠા : જગવિખ્યાત માં અંબાના ધામમાં વિશ્વભરમાંથી લાખો માઇભક્તો માં અંબાના દર્શનાર્થે પહોંચી રહ્યા છે. ભાદરવી પૂનમના મેળામાં રોજેરોજ માઈ ભક્તોનો ધસારો વધી રહ્યો છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભક્તોની સેવા, સલામતી અને સુરક્ષાની તમામ સગવડો પૂરી પાડવાની સાથે મા અંબાના મંદિરને સુશોભિત કરવામાં પણ સારો એવો ખર્ચ કરવામાં આવ્યો છે. માઁ અંબાના મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યુ છે. ચારે તરફ લાઇટિંગથી સુશોભિત દેખાતું મંદિર ભક્તોમાં અનેરી આસ્થાની ઉર્જા પૂરી પાડી રહ્યું છે. માઁ અંબાના ધામનો આકાશી નજારો દેખાડતો ડ્રોન વિડીયો પણ બનાવવામાં આવ્યા છે. આ વીડિયોમાં રોશનીથી ઝગમગતું માં અંબાનું મંદિર અને ચાચર ચોકનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે. માં અંબાના ધામને જોઈ ભક્તો આનંદિત થયા છે.