નવસારીમાં ઘોસ્ટ વોટિંગનો મામલો સામે આવ્યો, આર્મી મેનની શિક્ષિકા દીકરીનો મત કોઈ 'બીજા'એ આપ્યો - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video
Published : May 7, 2024, 3:23 PM IST
સુરત: નવસારી અને બારડોલી લોકસભા બેઠક પર વહેલી સવારથી જ મતદાતાઓ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. જો કે નવસારી લોકસભા બેઠક પરના એક મતદાન મથક પર ઘોસ્ટ વોટિંગનો મામલો સામે આવ્યો છે. આ બેઠકના મતવિસ્તારના એક મતદાતા શૈલા વિક્ટર ઘોસ્ટ વોટિંગનો ભોગ બન્યા છે. શૈલા વિક્ટર જ્યારે મતદાન મથક પર પહોંચ્યા ત્યારે તેમણે કહેવામાં આવ્યું કે તમારુ મતદાન તો થઈ ગયું છે તેથી તેઓ મતદાન કરી શકશે નહીં. આ સાંભળીને શૈલા વિક્ટર બહુ આશ્ચર્ય પામ્યા હતા. આર્મી મેનના દીકરી અને વ્યવસાયે શિક્ષિકા એવા શૈલા વિક્ટરને પણ ઈલેક્શન ડ્યુટી મળી હતી. 3 મિટિંગમાં તેઓ હાજરી પણ આપી ચૂક્યા હતા પરંતુ મેડિકલ કારણોસર તેણીએ ઈલેક્શન ડ્યુટીમાંથી રજા મેળવી લીધી હતી. શૈલા વિક્ટરે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી હું મત આપું છું. આ વખતે પ્રથમવાર મારી દીકરી પણ મત આપવા મારી સાથે આવી હતી પરંતુ મને ખૂબ જ આઘાત લાગ્યો કે મારો મત તો કોઈ બીજાએ આપી દીધો હતો. શિક્ષક તરીકે બેલેટ પેપર અમારા ઘરે આવે છે પરંતુ મેં ઘરે બેલેટ પેપર પર સહી કરી નથી. કોણે મારી સહી કરી ? ફોર્મ પણ ભર્યું નહોતું. આ સૌથી મોટો પ્રશ્ન છે. હું જાણવા માગું છું કે મારી જગ્યાએ કોણે મારો મત આપ્યો. હું આર્મી મેનની દીકરી છું, મારા ભાઈ પણ દેશ સેવા કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં મારી સાથે જો આવી ઘટના થાય તો એ બહુ મોટો પ્રશ્ન છે.