મહેસાણા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર હરિભાઇ પટેલ સાથે ખાસ વાતચીત - Mahesana Lok Sabha Seat - MAHESANA LOK SABHA SEAT
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-04-2024/640-480-21311293-thumbnail-16x9-4.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Apr 25, 2024, 2:58 PM IST
મહેસાણા : મહેસાણા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે સામે પક્ષે કોંગ્રેસમાંથી રામજી ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલને જીતાડવા ભાજપના નેતાઓ ચૂંટણી પ્રચારમાં મેદાને ઉતરી ગયા છે. વિસનગરના ધારાસભ્ય અને આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ પણ તેમના મતવિસ્તાર વિસનગરના ગ્રામ્ય વિસ્તારોમાં હરિભાઈ સાથે ફરીને હરિભાઈને જીતાડવા લોકોને મનાવવાની મથામણ કરી રહ્યા છે. તો હરિભાઈએ પણ વધુમાં વધુ લીડ સાથે વિકાસના મુદ્દાને લઈને લોકો પોતાને મત આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. હરિભાઈએ તેમની સાથેની વિશેષ મુલાકાતમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી ભાજપે કરેલા વિકાસ અને આગામી સમયમાં પણ થનારા વિકાસના મુદ્દાને લઈને લોકો તેમને ખોબલેને ખોબલે મત આપશે. તો આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે પણ મોટી લીડ સાથે જીતની આશા વ્યક્ત કરી હતી.