એક તરફ ભાજપના વિનોદ ચાવડાની સભા તો બીજી તરફ ક્ષત્રિય યુવાનોની ચૂંટણી કાર્યાલયને તાળાબંધી - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video
Published : Apr 29, 2024, 7:31 PM IST
કચ્છઃ રાપરમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના ચૂંટણી પ્રચાર પર રાજપુત યુવાનોએ પાણી ફેરવી દીધું છે. એક તરફ વિનોદ ચાવડા રોડ શોમાં વ્યસ્ત હતા. બીજી તરફ રાજપુત યુવાનોએ જય ભવાનીના નારા લગાવી કાર્યાલયને તાળા મારી દીધા. આ કાર્યાલયનું વિનોદ ચાવડાએ સવારમાં જ ઉદ્દઘાટન કર્યુ હતું. આજે કચ્છના રાપરમાં અને ભચાઉમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા દ્વારા રોડ શો અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોઈ અનિચ્છનિય બનાવ ના બને અને ક્ષત્રિય સમાજ વિરોધ ના કરે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રોડ શો અને સભામાં ક્ષત્રિય સમાજના યુવાનોને પ્રવેશની મનાઈ ફરમાવવામાં આવી હતી. સવારે વિનોદ ચાવડાએ રોડ શો બાદ રાપર શહેરના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યુ હતું અને જ્યારે ઉમેદવાર સભા કરી રહ્યા હતા તે દરમિયાન કાર્યાલયને રાપર તાલુકાના ક્ષત્રિય યુવાનોએ જય ભવાનીના નારા સાથે તાળા બંધી કરી હતી. કચ્છ જિલ્લામાં હજુ પણ ક્ષત્રિય સમાજ ભાજપનો અને પરસોતમ રૂપાલાના નિવેદનને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રોડ શો દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો છતાં પણ ક્ષત્રિય યુવાનોએ ભાજપ કાર્યલયને તાળાબંધી કરવામાં સફળ રહ્યા હતા.