પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને સિદ્ધાર્થ પટેલે કર્યુ મતદાન, વધુમાં વધુ મતદાન માટે કરી અપીલ - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video
Published : May 7, 2024, 5:15 PM IST
વડોદરાઃ આજે જયારે સમગ્ર ગુજરાતની લોકસભાની બેઠકો માટે મતદાન ચાલી રહયું છે ત્યારે તમામ રાજકીય અગ્રણીઓ અને નાગરિકો લોકશાહીના મહાપર્વમા મતદાન કરી પોતાની ફરજ બજાવી રહયાં છે. મતદાન મથકો ઉપર વહેલી સવારથી જ નાગરિકો મતદાન માટે પહોંચ્યાં હતાં અને મતદાન માટે પોતાનો ઉત્સાહ વ્યકત કર્યો હતો. વડોદરાના ડભોઈમાં સાયન્સ કોલેજ ખાતેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ડભોઈના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ ધર્મપત્ની સાથે મતદાન કરવા પહોંચ્યાં હતાં. લોકશાહી પર્વની ઉજવણી માટે મત આપી દેશમાં લોકશાહીને મજબૂત કરવા અને દેશનાં નાગરિકોનાં વિકાસને આગળ ધપાવવા માટે સિદ્ધાર્થ પટેલે નાગરિકોને અપીલ કરી હતી. વડોદરાની વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાનને લઈને પહેલી સવારથી જ મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉનાળાની બપોરની ગરમીથી બચવા માટે મતદાતાઓ વહેલી સવારથી જ લાંબી કતારો લગાવી હતી અને સવારે 10:00 વાગતાં પહેલાં વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતાં. જેમાં વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા તાલુકાના વ્યારા ગામથી પોતાનું મતદાન કર્યુ હતું. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, હું વાઘોડિયાની જનતા માટે કાયમ લડતો રહીશ. સૌ મતદારોને રાષ્ટ્રની સુરક્ષા માટે મતદાન કરવા અપીલ પણ કરી હતી.