ઈલેકટોરલ બોન્ડ એ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે: અમદાવાદમાં બોલ્યાં અશોક ગેહલોત - Loksabha Electioin 2024 - LOKSABHA ELECTIOIN 2024
🎬 Watch Now: Feature Video
Published : May 2, 2024, 4:30 PM IST
અમદાવાદઃ અમદાવાદ પાલડી ખાતે રાજીભવનમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન અશોક ગેહલોતે લોકસભા ચૂંટણી અંતર્ગત પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે કોંગ્રેસના મેનિફેસ્ટોની પ્રશંસા કરી હતી. અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, આઝાદી પછી આ પહેલો એવો મેનિફેસ્ટો છે જે જનતા માટે બહુ ઉપયોગી છે. આ મેનીફેસ્ટો દરેક સમાજ માટે મદદરુપ થાય તેવી રીતે બનાવાયો છે. વડાપ્રધાન પાસે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં શું લખ્યું છે તેના સિવાયના કોઈપણ મુદ્દા ચૂંટણીમાં નથી. હાલમાં વડાપ્રધાન બોખલાઈ ગયા હોય અને કોઈ મતલબ વગરની વાતો કરતા હોય તેવું લાગી રહ્યું છે. અમારા મેનિફેસ્ટોમાં 5 ન્યાયમાં 25 વાતો દેખાઈ છે તે વાત કરવાને બદલે બીજી બધી વાતો કરી રહ્યા છે. અશોક ગેહલોતે આ પ્રસંગે ભાજપ પર આકરા વાકપ્રહાર પણ કર્યા હતા. તેમણે કહ્યું કે, અત્યારના મુખ્ય મુદ્દાઓમાં મોંઘવારી, બેરોજગારી, ગરીબી, ભાઈચારા જેવા મુદ્દા છે તે વિશે તે કોઈ પણ પ્રકારની વાત કરતા નથી અને દેશ કંઈ દિશામાં જાય છે તેનો પણ તેમને કંઈ ખ્યાલ નથી. આંબેડકરના સંવિધાનની ધજીયા ઉડી રહી છે અને અમેરિકા જર્મની કહી રહ્યા છે કે ભારતમાં શું થઈ રહ્યું છે. લોકશાહી ખતરામાં જોવા મળી રહી છે. ઈલેક્ટરોલ બોન્ડ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે.