ભાવનગરના નિમુબેને પૂર્વ સાંસદની લીડ તોડી, ETV BHARAT સાથે કરી જીત અને આગામી દિવસોની ચર્ચા જાણો.... - lok sabha election result 2024 - LOK SABHA ELECTION RESULT 2024
🎬 Watch Now: Feature Video
Published : Jun 4, 2024, 3:56 PM IST
ભાવનગર : ભાવનગર લોકસભા બેઠક ઉપર વહેલી સવારથી મતગણતરીનો પ્રારંભ થયો હતો. ત્યારે ભાવનગર ઇજનેરી કોલેજમાં બપોર સુધીમાં આ પરિણામ સ્પષ્ટ થઈ ગયું હતું. ભાવનગર લોકસભા બેઠક ઉપર કુલ મતદાન 52 ટકા જેટલું થવા પામ્યું હતું. ત્યારે આજે મત ગણતરીના દિવસે પહેલા રાઉન્ડથી લઈને અંતિમ રાઉન્ડ સુધી ભાજપના નિમુબેન બાંભણિયા આગળ રહ્યા હતા. 3,50,000 કરતાં વધારે લીડથી જીત મેળવી ચૂક્યા છે. જો કે મત ગણતરી ચાલુ હોય ત્યારે મત ગણતરીના અંતે 4 લાખ ઉપર લીડ જવાની પૂરી સંભાવના રહેલી છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ઉમેશભાઈ મકવાણાને 2 લાખથી પણ વધારે મત મળ્યા નથી. અંતમાં પૂર્વ ભાજપના સાંસદ ભારતીબેન શિયાળની લીડનો રેકોર્ડ તોડ્યો હતો. જો કે નિમુબેન આગામી દિવસોમાં શું કરવા માંગે છે અને જીત પાછળનું કારણ શું છે તે ETV BHARATને જણાવ્યું હતું.