લોકસભા LIVE, રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા - LIVE From loksabha
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: 18મી લોકસભાનું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે ફરી એકવાર સદનના બંને ગૃહમાં વિપક્ષનો આક્રમક અંદાજ જોવા મળી રહ્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી NDA સરકાર સામે આક્રમક અંદાજમાં દેખાઈ રહ્યાં છે, ગૃહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે ત્યારે રાયયબરેલીના સાંસદ રાહુલ ગાંધી કે, જેઓ NEET-UG અને અન્ય પ્રવેશ પરીક્ષાઓમાં કથિત કૌભાંડો પર સદનમાં ચર્ચાની માંગ કરી રહ્યા છે, તેઓ PM મોદીના નેતૃત્વવાળી NDA સરકારની નીતિઓ પર આક્રમક ચર્ચા કરવાની તૈયારીમાં છે. જો કે રાહુલ ગાંધીએ ગત લોકસભામાં સાંસદ તરીકે કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ અને શક્તિશાળી ભાષણો આપ્યા , અને આજે 1 જુલાઈના રોજ જે ભાષણ આપી રહ્યાં છે તે, વિપક્ષના નેતા તરીકે તેમનું પ્રથમ સંપૂર્ણ ભાષણ હશે. 2004માં ગૃહમાં પ્રવેશ્યા બાદ તેઓ પ્રથમ વખત વિપક્ષના નેતાની ભૂમિકા ભજવી રહ્યા છે. આજે સોમવારના રોજ રાહુલનું ભાષણ આક્રમક વિપક્ષ માટે સૂર સેટ કરશે, જે નવા ગૃહમાં એનડીએનો સામનો કરવા આતુર છે.Conclusion:
Last Updated : Jul 1, 2024, 1:23 PM IST