અમદાવાદ: ગુજરાતના બેટ દ્વારકા સહિતની જગ્યાઓના ડિમોલિશન સામે ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ થઈ છે. હાઇકોર્ટે અગાઉ આ મામલે સ્ટેટસ કવો જણાવી રાખવાનું આદેશ કર્યો હતો. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ કેસનીની ગત સુનાવણી દરમિયાન સરકાર તરફથી મુકેલ સરકારી વકીલ જી.એચ. વિર્કે ડિમોલેશનની જગ્યા પર લગાવેલું સ્ટેટસ કવો દૂર કરવાની દલીલ કરી હતી. તમામ લેખો અથવા રજૂઆત કરવામાં આવી હતી કે સરકારી તપાસમાં બહાર આવ્યું છે કે, આ વિવાદિત બાંધકામોનો ઉપયોગ ડ્રગ ટ્રાફિકીંગમાં થતો હતો. જે તરફ અરજદાર પક્ષે જવાબ રજૂ કરવા મુદ્દતની માંગણી કરી અને હવે આ મુદ્દે આજે સુનાવણી હાથ ધરવામાં આવશે.
હાઇકોર્ટમાં આ મામલે સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી એવી ધારદાર દલીલ કરવામાં આવી હતી કે, અરજદારો વિરુદ્ધ એવું મટીરીયલ મળ્યું છે કે તેમને રિટ પીટીશનમાં મિસ રીપ્રેઝન્ટેશન કર્યું છે એને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે. જે બાંધકામોને નહીં તોડવા માટેનો યથાવત સ્થિતિ સ્ટેટસ કવોનું આદેશ ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે તેના સંદર્ભમાં સરકાર તરફથી દલીલ કરવામાં આવી છે કે, તપાસ દરમિયાન મળ્યું છે કે વિવાદિત બાંધકામોનો ઉપયોગ ડ્રગની હેરાફેરી કરવા માટે થતો હતો.
તમને જણાવી દઈએ કે, અહીં બોમ્બ બ્લાસ્ટ પણ થયો હતો અને દરગાહના મુજાવરમાં વિસ્ફોટકો રાખતા હોવાનું પણ સામે આવ્યું હતું. તેથી સરકારને આ કેસમાં અરજનસી છે અને સ્ટેટસ કવો દૂર કરવામાં આવે એવી માંગ કરી છે.
ગત સુનાવણી દરમિયાન સરકાર તરફથી એવી દલીલ પણ કરવામાં આવી હતી કે, આ વિવાદિત સંપત્તિઓ વકફની છે જ નહીં, બે અરજીઓમાં આ જમીન કબ્રસ્તાનની છે. ત્યારે સરકાર દ્વારા સેટેલાઈટ ઈમેજીસ લેવામાં આવી છે. એમાં સામે આવ્યું છે કે, કબ્રસ્તાનની જમીન પર દબાણ કરતા વિશાળ બાંધકામ ખડકી દીધા છે. બીજી તરફ જોઈએ તો કબ્રસ્તાનની જમીન ઉપર આવવા બાંધકામો કઈ રીતે બની શકે છે.
ઉલ્લેખનીય છે કે, દ્વારકામાં ઓખા, બાલાપુર, બેટ દ્વારકા સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ડિમિલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ફક્ત આઠ દિવસની અંદર કુલ 525 ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની મેગા ડિમોલેશન કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ કામગીરી પ્રાંત અધિકારી અમુલ આવટે અને જિલ્લા પોલીસવાળા નિતેશ પાંડીયન દ્વારા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: