કામરેજના ટિંબા ગામે શિકારની લાલચમાં દીપડો આવ્યો ગામમાં,સીસીટીવી કેમેરામાં થયો કેદ. - Leopard in the village - LEOPARD IN THE VILLAGE
🎬 Watch Now: Feature Video
Published : May 5, 2024, 6:17 PM IST
સુરત: દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના જંગલ વિસ્તારમાં બહોળી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરે છે.અવાર નવાર દીપડાઓ શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવી જતા હોય છે.અને પાલતુ પ્રાણીઓનો શિકાર પણ કરતા હોય છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી એક દીપડો શિકારની શોધમાં કામરેજના ટિંબા ગામે આવી રહ્યો છે.અને ગામના સરપંચ સુભાષ રાઠોડના ઘરે મરઘાનો શિકાર કરવા આવે છે. જેને લઇને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાના આંટાફેરાની ફરિયાદ કામરેજ વન વિભાગને કરાઈ છે.પરંતુ કામરેજ વન વિભાગની ઢીલી કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દીપડો કોઈ મોટું નુકશાન પહોચાડે એ પહેલાં ઝડપથી વન વિભાગની ટીમ દીપડાને પકડી પાડે તેવું હાલ જરૂરી બન્યું છે. ગત 2 મેના રોજ મરઘાના શિકારે આવેલા દીપડાના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા હતા.
ટીંબા ગામના સરપંચ સુભાષ રાઠોડે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી સતત દીપડો આવી રહ્યો છે. જેને લઇને લોકોમાં ભય ઊભો થયો છે. વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી છે.વન વિભાગની ટીમ ઝડપથી દીપડો પકડે એ જ અમારી માંગ છે.