જામનગર ગ્રામ્ય પંથકમાં પાણીનો પોકાર, આપના કાર્યકર્તાઓ દ્વારા માટલા ફોડી વિરોઘ પ્રદર્શન - Water scarcity in Jamnagar
🎬 Watch Now: Feature Video
જામનગર: જિલ્લામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં મટકાફોડ કાર્યક્રમ યોજાયો. ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યાને પગલે કલેકટર કચેરી ખાતે આપ પાર્ટી દ્વારા માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો આગામી દિવસોમાં પાણીની સમસ્યા ઉકેલવામાં નહીં આવે તો અહીં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જામનગરમાં કલેકટર કચેરી ખાતે મટકા ફોડવામાં આવતા પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે રકજક થઈ હતી. ધારાસભ્ય હેમંત ખવાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
સાત જેટલા ગામમાં નર્મદાની પાઇપલાઇન પહોંચી નથી: જામનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં હજી પણ નર્મદાનું પાણી પહોંચ્યું નથી. જેના કારણે ગ્રામજનો પીવાના પાણી માટે વળખા મારી રહ્યા છે. ખાસ કરીને જામજોધપુર તાલુકાના સાત જેટલા ગામમાં નર્મદાની પાઇપલાઇન પહોંચી નથી જેના કારણે આ ગ્રામજનોએ પોતાના પૈસાથી ટેન્કર મારફતે પીવાનું પાણી મંગાવવું પડે છે.
સૂત્રો તૈયાર કરી વિરોધ કર્યો: જામનગર કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને સૂત્રો તૈયાર કરી વિરોધ કર્યો હતો. ત્યારબાદ બાદ માટલા ફોડી અને વિરોધ કર્યો હતો. જોકે જામનગર પોલીસે ધારાસભ્ય હેમત ખવા સહિતના કાર્યકર્તાઓની અટકાયત કરી છે.