કોલકાતામાં તબીબ દુષ્કર્મ- હત્યાના પડઘા ગાંધીનગરમાં પડ્યા, આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રીને અપાયું આવેદન પત્ર - doctor strike in gandhinagar

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Aug 18, 2024, 12:18 PM IST

ગાંધીનગર: કોલકાતામાં તબીબ વિદ્યાર્થીની પર બળાત્કાર અને હત્યાના પડઘા ગાંધીનગરમાં પડ્યા છે. આ હત્યા વિરુદ્ધ તબીબ જગતમાં ભારે આક્રોશ છે. દેશભરમાં તબીબો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગરની ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ઈમરજન્સી સેવા સિવાયની સેવા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયું છે. એસોસિએશનના તબીબોને એક ટીમે ગાંધીનગર સચિવાલય ખાતે કરી રજૂઆત કરી છે. તેમણે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં ડોક્ટરોની સુવિધા અને સુરક્ષામાં વધારો કરવાની માંગણી કરવામાં આવી છે. હોસ્પિટલોને સેફ ઝોન જાહેર કરવા માંગ કરી છે. હોસ્પિટલોમાં સીસીટીવી કેમેરા અને વધારે સુરક્ષા કર્મીની વ્યવસ્થા કરવા સૂચન કરાયું છે. તબીબ પોતાના મનમાં ડર રાખ્યા વગર સુરક્ષિત વાતાવરણમાં કામ કરી શકે તેવી વ્યવસ્થા કરવાની માંગણી કરાઈ છે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.