ખેડાના કપડવંજ મોડાસા રોડ પર કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, બે વ્યક્તિના મોત, દસ ઈજાગ્રસ્ત - kapadvanj modasa road accident - KAPADVANJ MODASA ROAD ACCIDENT
🎬 Watch Now: Feature Video
Published : May 29, 2024, 11:00 AM IST
ખેડા: ખેડા જીલ્લાના કપડવંજ નજીક કપડવંજ મોડાસા રોડ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે કારમાં સવાર દસ જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.
અકસ્માતને પગલે પોલિસે ઘટના સ્થળે પહોંચી હતી. અને કાર્યવાહી હાથ ધરી હતી. માહિતી મુજબ કારમાં સવાર લોકો કપડવંજ પાસેના સોરણા ગામના હતા. જેઓ લગ્નમાંથી પરત પોતાના ગામ ફરી રહ્યા હતા. જે દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. જેમાં વરરાજાના પિતાનું મોત નિપજ્યુ હોવાની વિગતો મળી રહી છે. અન્ય ઈજાગ્રસ્તોને કપડવંજ સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે.