વડોલી-પારડી નહેરનાં પાણીમાંથી 15 વર્ષીય સગીરની લાશ મળી, કીમ પોલીસે નોંધ્યો ગુનો - Body of minor found in canal water - BODY OF MINOR FOUND IN CANAL WATER

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2024, 9:57 AM IST

સુરત: પ્રાપ્ત માહિતી અનુસાર વડોલી ગામની સીમમાં આવેલ આશિષભાઈ બળવંતભાઈ પટેલનાં ખેતરની નજીકથી પસાર થતી વડોલી-પારડી નહેરનાં પાણીમાં સગીરની લાશ પડી હોવાની જાણ કીમ પોલીસને કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા બનાવનાં સ્થળે દોડી આવેલી કીમ પોલીસે હાલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. મરણ પામનાર 15 વર્ષીય દર્શનકુમાર હસમુખભાઈ વાઘ હોય અને જે તા. 22 સપ્ટેમ્બરનાં રોજ તેનાં મિત્રો સાથે પીપોદરા ખાતે આવેલ મોગલ માતાનાં મંદિરે દર્શન કરી પીપોદરા ગામની સીમમાંથી પસાર થતી નહેર પાસે ફરવા માટે ગયો હતો. જોકે ત્યાં આકસ્મિક રીતે દર્શનનો પગ લપસી જતા જે નહેરનાં ધસમસતા પાણીમાં તણાઇ ડૂબી ગયો હતો. ઉલ્લેખનિય છે કે, ગતરોજ 17 વર્ષીય રવી ચૌહાણનો મૃતદેહ મળી આવ્યો હતો. ડૂબી જવાની ઘટનામાં બે સગીરોના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.