ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે કામરેજ મામલતદાર કચેરીનો હિતકારી પ્રયાસ, જરૂરી દાખલા ઝડપી મળે તે માટે વધાર્યો સમય - Kamrej Mamlatdar office - KAMREJ MAMLATDAR OFFICE
🎬 Watch Now: Feature Video
Published : May 19, 2024, 9:31 AM IST
સુરત: ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને સરળતાથી દાખલાઓ મળી રહે તે માટે કામરેજ મામલતદાર કચેરી ખાતે કાર્યરત જનસેવા કેન્દ્રના સમયમાં વધારો કરાયો છે. ઉનાળાની હીટ વેવ તથા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના પરીણામના અનુસંધાને વિદ્યાર્થીઓને જરૂરી આવક,જાતિ,નોન-ક્રિમીલીયર,ડોમીસાઈલ વગેરે પ્રમાણપત્રો સમયમર્યાદામાં મળી રહે તથા પ્રમાણપત્રો મેળવવા માટે કોઈ અગવડ ન પડે તે માટે કામરેજ પ્રાંત કચેરી હેઠળ કાર્યરત કામરેજ જનસેવા કેન્દ્ર ૨૦ મે ૨૦૨૪ થી ૨૪ મે ૨૦૨૪ સુધી સવારે ૯:૦૦ થી સાંજના ૭:૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે. જનસેવા કેન્દ્રોમાં આવતા લાભાર્થીઓ સરળતાથી ફોર્મ ભરી શકે એ માટે ખાસ હેલ્પ ડેસ્ક પણ ઉભુ કરવામાં આવ્યું છે. વધુમાં હીટ વેવને ધ્યાને લેતા જનસેવા કેન્દ્રોમાં અરજદારો માટે પાણી સહિત બેઠકની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.