જામનગરમાં બાળકો ભરેલી સ્કૂલ વાનમાં સ્પાર્ક થયો...મોટી દુર્ઘટના ટળી - school van was sparked in Jamnagar
🎬 Watch Now: Feature Video
Published : Jun 15, 2024, 5:39 PM IST
જામનગર: જામનગરમાં આજરોજ બેડેશ્વર કાંટા વિસ્તારમાં બાળકો ભરેલી સ્કૂલ વાનમાં સ્પાર્ક થતા દોડધામ મચી ગઈ હતી. જોકે સ્થાનિકો એકઠા થયા હતા. અને સ્કૂલ વાનમાં બેઠેલા તમામ બાળકોને સુરક્ષિત રીતે બહાર નીકાળી લેવામાં આવ્યા હતા. જાણવા મળતી વિગત અનુસાર સ્કૂલમાં વાન ચાલક પાસે કોઈપણ જાતના ડોક્યુમેન્ટ નથી અને આરટીઓના નિયમ મુજબ સ્કૂલ વાનમાં ફાયર સેફ્ટીના સાધનો પણ ન હતા. ત્યારે જામનગરમાં એક મોટી દુર્ઘટના સર્જતા ટળી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ શાળાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું છે, અને જે શાળાઓમાં ફાયર સેફ્ટીનો અભાવ હોય તેવી શાળાઓને સીલ પણ લગાવવામાં આવ્યું છે. જોકે ઉનાળુ વેકેશન ખુલતા જ જામનગર આરટીઓ પણ એક્શનમાં આવ્યું છે. જેમાં વાન ચાલકોને ચેકિંગ કરી અને દંડ ફટ કરી રહ્યા છે. જેમાં 20 જેટલા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને દંડ પણ ફટકારવામાં આવ્યો છે