Jamnagar accident : જામનગરના ચેલા ચંગા પાસે ખાનગી બસ પલટી, 10 શ્રમિકોને ઈજા - 10 શ્રમિકોને ઈજા
🎬 Watch Now: Feature Video
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Jan 29, 2024, 6:49 PM IST
જામનગર : જામનગર નજીક ચેલા હાઇવે પર ખાનગી બસ પલટી મારી ગઇ હતી. આ બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતાં અને તમામ મુસાફરો ઝારખંડથી જામનગરમાં મજૂરી કામ માટે આવ્યા હતાં. ઝારખંડથી જામનગર આવેલા શ્રમિકો પૈકીના 10 શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને અહીં તમામ શ્રમિકોની તબિયત સ્થિર હોવાનો ડોક્ટર જણાવી રહ્યા છે. મળતી વિગતો અનુસાર જામનગરના ચેલા ચંગા પાટીયા પાસે સાંજના સમયે આ ઘટના ઘટી હતી.જામનગર પોલીસે ખાનગી બસના ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી છે. ખાનગી બસ હાઇવે પર પલટી મારી જતા અહીંથી પસાર થતા લોકોએ પણ બચાવ કામગીરીમાં જોડાયા હતાં. મોટાભાગના મુસાફરોને બસના કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતાં. તમામ શ્રમિકો મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાં મજૂરીકામ માટે જતા હતાં જે દરમિયાન તેઓ જામનગરથી ખાનગી બસમાં સવાર થયા હતાં.