GT અને RCBની મેચ પહેલા, ગુજરાતના ખેલાડીઓ પ્રેક્ટિસ બહાવ્યો પસીનો, જુઓ વિડીયો - GT vs RCB - GT VS RCB
🎬 Watch Now: Feature Video
Published : Apr 27, 2024, 7:58 PM IST
અમદાવાદ: આવતીકાલે ગુજરાત ટાઈટન્સ તેની આગામી મેચ પોતાના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે રમશે. આજે ગુજરાતની ટીમે RCB સામે મેચ જીતવા માટે મેદાન પર પસીનો બહાવ્યો હતો. ટીમના ખેલાડીઓએ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. ગુજરાત ટાઈટન્સનું IPL 2024માં પ્રદર્શન સામાન્ય રહ્યું છે. ટીમ શુભમન ગિલની કપ્તાનીમાં કઈ ખાસ પ્રદર્શન કર્યુ નથી. ગુજરાતે આ સીઝનમાં 9મેચ રમી છે જેમાંથી 4 મેચમાં જીત મેળવી છે જ્યારે 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની વાત કરીએ તો ટીમે RCBના ચાહકોને નારાજ કર્યા છે. આ સીઝનમાં RCBની ટીમે 9મેચ રમી છે જેમાંથી 2 મેચમાં જીત અને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.