રાજકોટ બન્યું યોગમય, માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોગપ્રેમીઓ ઉમટ્યા - International Yoga Day 2024 - INTERNATIONAL YOGA DAY 2024
🎬 Watch Now: Feature Video
Published : Jun 21, 2024, 12:27 PM IST
રાજકોટ: આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજકોટમાં પણ જુદી જુદી જગ્યાએ યોગ કરવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે રાજકોટના રેસકોર્સ નજીક આવેલા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ યોગ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, સાંસદ રામભાઈ મોકરીયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ આ વિશ્વ યોગ દિવસ કાર્યક્રમમાં જોડાયા હતા અને જાણે રાજકોટ યોગમય બની ગઈ હોય તેવા દ્રશ્યો આ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપરથી જોવા મળી રહ્યા હતા. જેમાં ઉપસ્થિત મહેમાનોએ યોગ શું કામ કરવું જોઈએ તે અંગે પણ જણાવ્યું હતું. આ સાથે મોટી સંખ્યામાં યોગ સાધકો પણ યોગ કરવા આ રેસકોસ ગ્રાઉન્ડ ખાતે પહોંચી ગયા હતા. પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ ભ્રષ્ટ અધિકારીઓ પર ટકોર કરી હતી અને વધુમાં ઉમેર્યુ હતું કે, ભ્રષ્ટ અધિકારીઓને ધનની જેટલી જરૂરિયત હોઈ એટલું જ કમાવવું જોઈએ. જે લોકો ભ્રષ્ટાચાર કરે છે એ મન કરતા આત્માનું સાંભળે તો ભ્રષ્ટાચાર ન કરે તેવી સલાહ આપી હતી.