પોરબંદરની ચોપાટી પર યોગ દિવસની ઉજવણી, સ્વયં અને સમાજ માટે યોગ થીમ હેઠળ લોકોએ કર્યા યોગ - world yoga day 2024 - WORLD YOGA DAY 2024
🎬 Watch Now: Feature Video
Published : Jun 21, 2024, 12:39 PM IST
પોરબંદર: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આયોજીત 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પોરબંદર આજે 21 જૂન, 2024ના હજૂર પેલેસ પાછળ સવારે 6:00 વાગે ચોપાટી બીચ, પોરબંદર ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ મસરીભાઈ પરમાર દ્વારા યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમણે દરરોજ યોગ કરવા અને તેને જીવનશૈલી તરીકે અપનાવવા અનુરોધ કર્યો હતો. સ્વયં અને સમાજ માટે યોગ થીમ હેઠળ યોગ કાર્યક્રમ યોજાયો હતો. ચોપાટીમાં યોજાયેલ યોગ કાર્યક્રમના સ્થળેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. યોગના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા કલેકટર કે.ડી. લાખાણી, ભૂતપુર્વ કેબીનેટ મંત્રી બાબુ બોખીરીયા, જિલ્લા વિકાસ અધિકારી કે. બી. ઠક્કર, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, પોરબંદર છાંયા નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, અધિક જિલ્લા કલેકટર રાજેન્દ્રસિંહ રાયજાદા અને જિલ્લાના અગ્રણી મીતાબેન થાનકી સહિત મોટી સંખ્યામાં યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.