નવસારી પોલીસબેડામાં બદલીની મોસમ, 9 PI ની આંતરિક બદલીના આદેશ છૂટ્યા - Navsari police transfer
🎬 Watch Now: Feature Video
Published : Jun 22, 2024, 7:41 PM IST
નવસારી : ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 પૂર્ણ થતા પોલીસબેડામાં બદલીની મોસમ ખીલી છે. નવસારી જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીનો ગંજીપો ચીપાયો છે. નવસારી જિલ્લા પોલીસવડા દ્વારા જિલ્લામાં કાર્યરત 9 PI આંતરિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે. નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા PI ડી. એસ. કોરાટની બદલી IUCAW શાખામાં કરવામાં આવી છે, તેમના સ્થાને SOG PI વી. જે. જાડેજા LCB નો ચાર્જ લે છે. સાથે જ LIB માંથી PI વી.જી.ભરવાડને વિજલપોર પોલીસ સ્ટેશન અને PI ટી.એ. ગઢવીને વિજલપોર પોલીસમાંથી LIB માં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સાથે જ PI એન. એમ. આહિર જલાલપુરથી SOG પીઆઈ તરીકે ચાર્જ લેશે. PI ડી.ડી લાડુમોર ધોલાઈ મરીનથી જલાલપુર પોલીસ સ્ટેશન, PI એ. એચ. રાજપૂત IUCAW થી CPI બીલીમોરા, કે. ડી નકુમ લીવ રિઝર્વમાંથી CPI નવસારી અને ડી. જે. કુમાવત CPI બીલીમોરાથી ધોલાઈ મરીનમાં બદલી થયા છે.