Lok Sabha Election 2024 : મહેસાણા પોલીસ વિભાગનો એક્શન મોડ ઓન, 9 ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ શરૂ - Lok Sabha Election 2024
🎬 Watch Now: Feature Video
Published : Mar 21, 2024, 9:57 AM IST
મહેસાણા : લોકસભા ચૂંટણીના પડઘમ વાગતાં જ મહેસાણા પોલીસ વિભાગ એક્શન મોડમાં છે. મહેસાણા જિલ્લામાં 9 ચેક પોસ્ટ તૈયાર કરી 9 પોલીસ ટીમ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાંથી કે જિલ્લા બહારથી કોઈ પણ ગેરકાયદેસર હેરાફેરી કે ગુનેગારોને રોકવા પોલીસ સતર્ક બની છે.
9 ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ : મહેસાણા જિલ્લામાં લોકસભા ચૂંટણી સંદર્ભે પોલીસ દ્વારા કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લાના દરેક મુખ્ય હાઇવે પર વાહન ચેકીંગ સઘન કર્યું છે. બીજા રાજ્ય કે જિલ્લામાંથી ગુનેગારોના પ્રવેશ કે ગેરકાયદેસર કોઈ હેરાફેરી અટકાવવા પોલીસ દરેક વાહનનું ચેકીંગ કરી રહી છે. આવી કોઈ પણ હેરાફેરી પકડાશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. મહેસાણા જિલ્લામાં કુલ 9 ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી છે. જે તમામ ચેકપોસ્ટ પર પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી છે. સઘન ચેકીંગ થકી અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવો પ્રયાસ હાથ ધરાશે.