ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા જામનગર મતદાન કરવા પહોંચ્યા, જાણો તેમણે શું કહ્યું.. - Ravindra Jadeja - RAVINDRA JADEJA
🎬 Watch Now: Feature Video
Published : May 7, 2024, 6:52 PM IST
જામનગર: લોકસભા ઈલેક્શન 2024ના ત્રીજા તબક્કામાં આજે ગુજરાતમાં 26 પૈકી 25 બેઠક પર આજે મતદાન હતું. મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. ત્યારે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા આઈપીએલના વ્યસ્ત સ્કેડ્યુઅલ વચ્ચે પણ જામનગરની પંચવટી કોલેજ ખાતેના મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતા. દેશના દરેક નાગરિકને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. મતદાન સમયે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પીળુ ટિશર્ટ પહેર્યું હતું અને માથે ટોપી પહેરી હતી. રવિન્દ્ર જાડેજા સાથે તેમના પત્ની અને ધારાસભ્ય રિવાબા જાડેજા પણ મતદાન મથકે તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. જામનગર લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પૂનમ માડમ અને કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયા ચૂંટણી લડી રહ્યા છે.