thumbnail

સુરતના તરસાડીમાં 875 મીટર લાંબા રેલવે ઓવરબ્રિજનું ધારાસભ્ય ગણપત વસાવાએ કર્યું લોકાર્પણ - Inauguration of Railway Overbridge

By ETV Bharat Gujarati Team

Published : Jul 1, 2024, 1:24 PM IST

સુરત: માંગરોળ તાલુકાના તરસાડી ખાતે રેલવે ફાટક પર સર્જાતા ટ્રાફિક જામની સમસ્યાને લઇને સ્થાનિકો તેમજ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા. સ્થાનિકોની રજૂઆતને પગલે તંત્ર દ્વારા 875 મીટર લાંબા રેલવે ઓવર બ્રિજ માટે રૂપિયા 43 કરોડ મંજૂર કર્યા હતા. ત્યારે હાલ બ્રિજ તૈયાર થઈ જતાં આજ રોજ સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવાના હસ્તે લોકાર્પણ કરાયું હતું .લાંબા સમયથી રેલવે ઓવરબ્રિજ લોકાર્પણની આતુરતાથી રાહ જોઈ રહેલા સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. આ બ્રિજનો 45થી વધુ ગામના લોકોને લાભ મળશે. લોકાપર્ણ કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિની પટેલ, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ મનહર વસાવા, અફઝલ પઠાણ, કેયુર સિંહ પરમાર,પાલિકા કારોબારી શૈલેષ ભાઈ, કર્મવીર સિંહ, માર્ગ મકાન વિભાગના અધિકારી એમ.એસ પટેલ,અમિષ પટેલ,પ્રાંત અધિકારી,તાલુકા મામલદાર પાર્થ જયસ્વાલ,સહિત સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.