સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી ભરાતા વાહનો બંધ થયા - heavy rain In Surat - HEAVY RAIN IN SURAT
🎬 Watch Now: Feature Video
Published : Jul 21, 2024, 10:43 PM IST
સુરત: હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે. રાજ્યમાં સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે 62 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. એક બાજુ છૂટો છવાયો વરસાદ વરસીને બંધ થઈ જતો હતો, તો બીજી બાજુ બફારો પણ સુરતીઓ અનુભવી રહ્યા હતા. જોકે, આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને મુશળધાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં માત્ર બે કલાકમાં જ ચાર ઇંચ વરસાદ વરસ્યો. સમગ્ર શહેર જળબંબાકાર થયું. ઘણી જગ્યાઓ પર સુરતવાસીઓ વરસાદની મજા માણતા પણ જોવા મળ્યા છે. સુરતના પલસાણામાં સાંજે 6થી 8માં 4-5 ઇંચ, કામરેજમાં સવા ચાર ઇંચ, તાપીના નિઝરમાં ચાર ઇંચ અને બારડોલીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબકયો.