કપરાડા તાલુકાના શીલધા ગામે વરરાજાએ કર્યું પેહલા મતદાન પછી લગ્નની પીઠીની વિધિ - Kaprada taluka - KAPRADA TALUKA
🎬 Watch Now: Feature Video
Published : May 7, 2024, 7:43 PM IST
|Updated : May 7, 2024, 7:49 PM IST
વલસાડ: વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર આજે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે ત્યારે અનેક લોકોમાં મતદાન કરવાનું ઉત્સાહ જોવા મળ્યો છે એવામાં આજે લગ્ન વિધિ અને પીઠીની વિધિ હોવા છતાં વહેલી સવારે સાત વાગે પોતાના પરિવાર સાથે વરરાજાએ મતદાન કર્યું છે અને લોકશાહી પર્વમાં પોતાના કીમતી મોતનો ઉપયોગ કરી અન્ય મતદારોને પણ મતદાન કરવા અપીલ કરી છે.
પહેલા મતદાન અને પછી લગ્નની પીઠી: વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકમાં આવતા સિલ્ધા ગામે રહેતા અરુણ લાહનુ ધૂમ અને બહેન અનું લાહનું ધૂમના લગ્ન પ્રસંગ આજ થી શરુ થનાર હોય એ પૂર્વે આજે ભાઈ બહેન બંને એ તેમની લગ્ન પીઠીની વિધિ પૂર્વે સિલધા ગામના મતદાન મથક ઉપર પહોંચીને મતદાન કર્યું હતું અને તેમણે અન્ય મતદારોને પણ મતદાન કરવા માટે અપીલ કરી.
એક મતની કિંમત કોઈ પણ ઉમેદવારની હાર જીત નિશ્ચિત કરી શકે છે: કપરાડા તાલુકાના રહેવાસી અરુણ લાહનું ધૂમ એ જણાવ્યું કે, લોકશાહીના આ પર્વમાં રાષ્ટ્રને વધુ મજબૂત બનાવવા માટે મતદાન કરવું જરૂરી છે અને એક મોતની કિંમત કોઈપણ ઉમેદવારોની હાર જીત નિશ્ચિત કરી શકે છે જેથી પ્રથમ મતદાન અને તે બાદ જ લગ્ન જેવા સામાજિક પ્રસંગો લેવા જોઈએ જેને અનુલક્ષીને મેં પણ પોતાના મત અધિકારનો આજે પરિવાર સાથે વહેલી સવારે મતદાન મથકે પહોંચીને ઉપયોગ કર્યો છે.
લગ્ન પરિવારના 150 લોકોએ સવારે મતદાન કર્યું: કપરાડા તાલુકાના સિલધા ગામે યોજાનારા લગ્ન પ્રસંગ પૂર્વે જે પરિવારમાં લગ્ન હતા એ પરિવારના 150 થી વધુ લોકોએ કાકા મામા માસી ફોઈ ફુવા તમામ લોકોએ વહેલી સવારે આજે પોતાના મત અધિકારનો પહેલા ઉપયોગ કર્યો હતો અને તે બાદ જ લગ્નની પીઠીની વિધિનો પ્રારંભ કર્યો હતો. પરિવારમાં ભલે સામાજિક પ્રસંગ હોય પરંતુ મત અધિકારનો પ્રથમ ઉપયોગ કરવો એ દરેક નાગરિકની ફરજ છે જેને અનુલક્ષીને તમામ લોકોએ મતદાન કર્યું હોવાનું જણાવ્યું.
અંતરિયાળ ગામના લોકોમાં પણ મતદાન અંગે લોકો જાગૃત: આમ આદિવાસી વિસ્તારમાં અંતરિયાળ ગામના લોકોમાં પણ મતદાન અંગે લોકો જાગૃત છે અને પ્રથમ મતદાન કર્યા બાદ જ અન્ય કામો કરતા હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે એક મતની કિંમત દરેક મતદારો માટે શું હોય તે હવે યુવા વર્ગ પણ ધીરે ધીરે અંતરિયાળ વિસ્તારમાં સમજી રહ્યો છે અને પોતાના મત અધિકારનો આ લોકશાહીના પર્વમાં ઉપયોગ કરતા થઈ રહ્યા છે.