જામનગરના રણુજા ગામે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકાર પર થયો અમેરિકી ડૉલરનો વરસાદ, જુઓ - artist was showered with dollars - ARTIST WAS SHOWERED WITH DOLLARS
🎬 Watch Now: Feature Video
Published : Sep 16, 2024, 6:10 PM IST
જામનગર: કાલાવડ તાલુકાના રણુજા ગામે ત્રણ દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો મળ્યા હતા. જોકે દર વર્ષે અહીં લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં જુદા જુદા કલાકારો દ્વારા સંતવાણી કરવામાં આવતી હોય છે ત્યારે નવા રણુજા રામદેવપીર મંદિર ખાતે કલાકાર પર ડોલરનો વરસાદ કરવામાં આવ્યો છે. જુના રણુજાની હીરાભગત નામક જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તે દરમિયાન લોક ગાયક ગોપાલ ભરવાડ પર ડૉલરનો વરસાદ કરવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડૉલરનો વરસાદ થયાનો વીડિયો વાયરલ થયો છે. લોકોમાં પણ ચર્ચાનો વિષય બની ગયેલ છે. તમને જણાવી દઈએ કે, જામનગર અને દેવભૂમિ દ્વારકાના સંસદ પૂનમ દ્વારા આ લોકમેળાને વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યો હતો, અહીં સમગ્ર હાલાર પંથકના લોકો લોકમેળામાં ઉમટતા હોય છે.