ઉંઝાના એપીએમસીમાં 5 વર્ષમાં આવક સાથે ટર્ન ઓવર પણ ડબલ થયું - Unza apmc torunover - UNZA APMC TORUNOVER

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jun 10, 2024, 9:01 PM IST

મહેસાણા: એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડ એવા મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડની ટૂંક સમયમાં ચેરમેનની ચૂંટણી યોજવા જઈ રહી છે. તે પહેલા છેલ્લા પાંચ વર્ષમાં ઊંઝા માર્કેટયાર્ડમાં થયેલી આવક અને ટર્ન ઓવર ડબલથી પણ વધુ નોંધાયું છે. 

એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડમાં જણસીની આવક અને ટર્ન ઓવર છેલ્લા પાંચ વર્ષમાં ડબલ થઈ ગયા છે. ઊંઝા એપીએમસીમાં 5 વર્ષ અગાઉ 3,800 કરોડ ટર્ન ઓવર હતું. જે છેલ્લા 5 વર્ષમાં વધીને 7,500 કરોડ ટર્ન ઓવર થયું છે. તો ઉંઝા APMC માં 5 વર્ષ અગાઉ 19 કરોડ આવકથી વધી હવે 37 કરોડ આવક નોંધાઈ રહી છે. APMC ના ભંડોળમાં પણ 72 ટકા વધારો થયો છે. બહારથી ઉંઝા APMC માં આવતા માલની આવક પણ વધી છે. 5 વર્ષ અગાઉ export 3,500 કરોડ હતું તે હવે 10,000 કરોડ ઉંઝાથી સીધું export થઈ રહ્યું છે. એટલે કે વિશ્વમાં જીરૂની સુવાસ ડબલ ફેલાઈ રહી છે . 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.