કામરેજ પોલીસે પરબની ઓમ ઈન્ડસ્ટ્રીમાં ઘરેલુ ગેસ રિફીલીંગ કૌભાંડ ઝડપી પાડયું - Illegal Domestic Gas Refilling Scam
🎬 Watch Now: Feature Video
Published : Mar 26, 2024, 8:03 AM IST
સુરત :કામરેજ પોલીસે પરબની ઓમ ઈન્ડસ્ટ્રી ખાતેથી ગેરકાયદે ઘરેલુ ગેસ રિફીલીંગ કૌભાંડ ઝડપી પાડયું હતું. કામરેજ પોલીસે શ્રીદેવ સ્ટોર્સ નામની દુકાન નંબર 7 તેમજ માતેશ્વરી નામક દુકાન નંબર 4માં રેઇડ કરી હતી. શ્રીદેવ સ્ટોર્સના પારસ હરજીરામ ગુજ્જર 6 માસથી ઘરેલુ ગેસ રિફીલીંગનો ગેરકાયદે ધંધો કરતો હતો.જોળવાની પ્રમુખ કૃપા એચ.પી ગેસ એજન્સીના વિકાસભાઈ નામના વ્યક્તિના માધ્યમથી ઘરેલુ ગેસ બોટલમાંથી ગેસ રીફીલીંગ કરતો હોવાનું બહાર આવ્યું હતું.જ્યારે અન્ય બીજી દુકાન નંબર 4 માં આવેલી માતેશ્વરીમા પણ પોલીસે તપાસ હાથ ધરતા દુકાનના માલિક અને ઉભેળ ખાતેની પુષ્પ વાટિકા સોસાયટી ખાતે રહેતા કનૈયાલાલ કલાલ દ્વારા ગેરકાયદે ઘરેલુ ગેસ રિફીલીગની પ્રવૃતિ આચરતાનું બહાર આવ્યું હતું. કામરેજ પોલીસે બંને દુકાનમાંથી મળી નાના મોટા ખાલી અને ભરેલા ઘરેલુ ગેસના 22 જેટલા બોટલ તેમજ વજન કાંટા સહિત અન્ય મળી કુલ ₹.40 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કામરેજ પોલીસ મથકના પીઆઇ ઓમદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતુંકે પરબની ઓમ ઇન્ડસ્ટ્રીઝ ખાતેની દુકાન નંબર 7 શ્રી દેવ સ્ટોર્સ ખાતે રહેતા 21 વર્ષીય પારસ હરજીરામ ગુજ્જરની ધરપકડ કરી હતી. જ્યારે ઉભેળની પુષ્પ વાટિકા સોસાયટી ખાતે રહેતા દુકાન નંબર 4 ના કનૈયાલાલ કલાલ તેમજ જોળવાની પ્રમુખ કૃપા એચ.પી ગેસ એજન્સીના વિકાસ સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા હતાં.