જૂનાગઢના સંજય સોલંકી કેસમાં 10 આરોપીઓની મામલતદાર સમક્ષ કરાઈ ઓળખ પરેડ - Identification parade - IDENTIFICATION PARADE
🎬 Watch Now: Feature Video
Published : Jun 7, 2024, 10:31 PM IST
જૂનાગઢઃ 31મેની વહેલી સવારે 3 કલાકની આસપાસ જૂનાગઢના યુવાન સંજય સોલંકી અને ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને અન્ય 10 લોકો સાથે કાર ચલાવવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ સંજય સોલંકીની ફરિયાદને આધારે પોલીસે મુખ્ય આરોપી ગણેશ જાડેજા અને અન્ય 10 લોકોની અટકાયત કરીને ગઈકાલે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીઓના જામીન ના મંજૂર કરીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. હાલ જૂનાગઢ જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા ગણેશ જાડેજા સહિત અન્ય 10 આરોપીની આજે ઓળખ પરેડ કરવામાં આવી હતી. જૂનાગઢ મામલતદાર કચેરી ખાતે આજે ગણેશ જાડેજાને બાદ કરતા અન્ય 10 આરોપીની ઓળખ પરેડ ફરિયાદીની હાજરીમાં પૂર્ણ થયા બાદ તમામ આરોપીને ફરી એક વખત જૂનાગઢ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.