ભારે વરસાદને પગલે કીમ નદીનો હાઇ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ, એક બીજાના ગામોના સીધા સંપર્ક તુટી ગયા - heavy rains in surat - HEAVY RAINS IN SURAT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jul 23, 2024, 2:54 PM IST

સુરત: ગઈકાલે સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા અનરાધાર વરસાદને કારણે સુરત જિલ્લામાંથી વહેતી નદીઓમાં ભરપુર પાણીની આવક થઇ છે. જેને પગલે અનેક લો લેવલ બ્રિજ અને હાઈ બેરલ બ્રીજ પાણીમાં ગરકાવ થયા છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામેથી પસાર થતી અને ત્રણ તાલુકાઓ માટે જીવાદોરી સમાન કીમ નદી પર મોટા બોરસરા ગામે આવેલ હાઈ બેરલ બ્રીજ નદીમાં પાણીની આવક થતા પાણીમાં ગરકાવ થયો છે. આ હાઈ બેરલ બ્રીજની બાજુમાં એક લો લેવલ બ્રીજ પણ આવેલો છે. પરંતુ તે લો લેવલ બ્રીજ ત્રણ દિવસ પહેલા જ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. અને આજે હાઈ બેરલ બ્રીજ પણ પાણીમાં ગરકાવ થયો છે. આ બ્રીજ જમીન લેવલથી આશરે 50 ફૂટની ઉંચાઈ પર બનાવામાં આવેલો છે. બ્રિજ પાણીમાં ગરકાવ થતા કીમ તથા આજુબાજુના ગામના લોકોને હવે હાઈવે પર જવા માટે કીમ ચાર રસ્તા થઇ 10 કિલોમીટર ફરીને જવું પડશે. બ્રીજ પાણીમાં ગરકાવ થતા આ બ્રીજનો ઉપયોગ કરી હાઈવે પર આવેલા ઓદ્યોગિક એકમોમાં નોકરી ધંધાર્થે જતા લોકો અટવાયા હતા. બીજી તરફ આટલો ઉંચો બ્રીજ છતાં વારંવાર પાણીમાં ગરકાવ થઇ જતા ગ્રામજનો વધુ ઉંચો બ્રીજ બનાવવાની માંગ કરી રહ્યા છે. કારણે કે અનેક ખેડૂતો એવા છે જેમની જમીન નદીના સામે કાંઠે આવેલી છે. ખેતરે જવા માટે પણ ખેડૂતોને 10 થી 15 કિલોમીટરનો ફેરવો કરવાનો વારો આવે છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.