ઉપલેટાના લાઠ ગામે ધોધમાર વરસાદ પડતા સમગ્ર ગામ ફરી બન્યું સંપર્કવિહોણું - village become contactless - VILLAGE BECOME CONTACTLESS
🎬 Watch Now: Feature Video
Published : Jul 22, 2024, 8:24 PM IST
રાજકોટ: ઉપલેટા તાલુકાના લાઠ ગામે અગાઉ પણ ધોધમાર વરસાદને લઈને ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો હતો. ત્યારે ફરી વખત ધોધમાર વરસાદ પડતાની સાથે જ લાઠ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. આ વિસ્તારની અંદર ચાર ઇંચ થી લઈને 10 ઇંચ જેટલો વરસાદ ખાપકી જતા સમગ્ર પંથક તરતોળ થઈ ચૂક્યો હતો અને આસપાસના વિસ્તારના ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે વરસાદને લઈને ધોરાજી ઉપલેટા પંથકમાં મેઘરાજા સમગ્ર ધોરાજી ઉપલેટા પંથક ઉપર મહેરબાન બન્યા હોય એને ધોધમાર વરસતા હોય તેવું સામે આવ્યું છે. લાઠ ગામના લોકો માટેનો આવન જાવનનો રસ્તો સંપૂર્ણ બંધ થઈ જતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. જેમાં આ પરિસ્થિતિને પગલે તંત્ર પણ સ્થળ પર દોડી આવ્યું હતું.