એકમાત્ર મતદાર ધરાવતા બાણેજ મતદાન મથકમાં હરિદાસ બાપુએ આપ્યો મત - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video
Published : May 7, 2024, 2:59 PM IST
જૂનાગઢ : કોઈપણ ચૂંટણીમાં એક મતનું પણ કેટલું મહત્વ છે તે જૂનાગઢના એક કિસ્સા પરથી સાબિત થાય છે. જૂનાગઢમાં બાણેજ મતદાન મથકમાં માત્ર એક મતદાર નોંધાયેલ છે. ગીરમાં કનકાઈ બાણેજ જગ્યાના મહંત હરિદાસ બાપુ દરેક ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે. માત્ર એક નાગરિક માટે પણ ચૂંટણી પંચે અહીં મતદાન મથક ફાળવ્યુ છે. જેમાં એકમાત્ર મતદાર હરિદાસ બાપુએ મતદાન કરી પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે. નોંધનીય છે કે, હરિદાસ બાપુ બાણેજ મતદાન મથકના એકમાત્ર મતદાર તરીકે પણ સમગ્ર દેશમાં ખૂબ જ ખ્યાતિ પામ્યા છે. લોકશાહીમાં એક મતનું કેટલું મૂલ્ય હોઈ શકે તેને ધ્યાને રાખીને ચૂંટણી પંચે બાણેજમાં ખાસ મતદાન મથક ઊભું કર્યું છે.