Bharat Jodo Nyay Yatra : ભારત જોડો ન્યાય યાત્રા વધાવવા ગુજરાત કોંગ્રેસ મુખ્યાલયે ચાલતી તડામાર તૈયારી જૂઓ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : લોકસભા ચૂંટણીમાં હવે ગણતરીનો સમય બાકી રહ્યો હોય તેવામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા દેશમાં ભારત જોડો યાત્રાનો બીજો રાઉન્ડ શરૂ કરી દેવાયો છે. 7 માર્ચના રોજ રાહુલ ગાંધી ગુજરાતના ઝાલોદ પહોંચી રહ્યા છે. ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં 7 માર્ચથી લઈને 10 માર્ચ સુધી ચાલશે. ગુરુવારના રોજ રાહુલ ગાંધી ઝાલોદ જિલ્લાથી ગુજરાતમાં એન્ટ્રી કરશે. ત્યારબાદ મોડી સાંજે દાહોદ પહોંચશે. રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં ચાર દિવસ સુધી ચાલશે. જેમાં ખાસ કરીને કોંગ્રેસની આ યાત્રા આદિવાસી વિસ્તારોમાંથી નીકળવાની છે. જેનાથી સ્પષ્ટ રીતે કહી શકાય કે કોંગ્રેસની નજર રાજ્યની આદિવાસી મત બેંક ઉપર છે. ભારત જોડો ન્યાય યાત્રા ઝાલોદથી શરૂ થઈ લીમખેડા, ગોધરા, પંચમહાલ, પીપલોદ, કલોલ, પાવાગઢ, શિવરાજપુર, જાંબુઘોડા, છોટાઉદેપુર, નસવાડી, નર્મદા, રાજપીપળા, ભરૂચ, સુરત, માલદા, માંડવી, બારડોલી, વ્યારા, સોનગઢથી 10 માર્ચ રવિવારના રોજ નંદુરબાર મહારાષ્ટ્ર જવા રવાના થશે. ત્યારે અમદાવાદ સ્થિતિ જીપીસીસી કોંગ્રેસ ભવન ખાતે તડામાર તૈયારીઓ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના પાલડી ખાતે આવેલા કોંગ્રેસ ભવન ખાતે તમામ પ્રકારના પાર્ટી બેનર તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમા કોંગ્રેસના, રાહુલ ગાંધીનાં, NSUI ના, તેમજ ભારત જોડો ન્યાય યાત્રાના મોટી સંખ્યામાં બેનર તેમજ ઝંડાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે.કોંગ્રેસના તમામ નેતાઓ કાર્યકર્તાઓ માટે કોંગ્રેસ ભવન ખાતે લોકસભા ચૂંટણી સુધી અલગ અલગ વાનગીઓ સાથે ભોજન પણ પીરસાઈ રહ્યું છે.