Republic Day 2024 : જૂનાગઢમાં 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી, જુઓ પોલીસ જવાનોના દિલધડક કરતબ - પ્રજાસત્તાક પર્વ રાજ્યકક્ષાની ઉજવણી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-01-2024/640-480-20597992-thumbnail-16x9-x-aspera.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Jan 26, 2024, 2:01 PM IST
જૂનાગઢ : સમગ્ર ભારત દેશ 75 મો ગણતંત્ર પર્વ મનાવી રહ્યો છે. ત્યારે જૂનાગઢના પોલીસ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજારોહણ કર્યું હતું. ગુજરાત પોલીસના જવાનોએ માર્ચપાસ કરી તિરંગાને સલામી આપી હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌરાષ્ટ્રની શાન સમા લોકનૃત્ય રજૂ કરાયા હતા.
પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી : આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસના જવાનો દ્વારા અશ્વ, શ્વાન, બાઈક સાથે દિલધડક કરતબ કરી વિવિધ અંગ કસરતના દાવ કરીને ઉપસ્થિત પ્રેક્ષકોને ચોકાવી દીધા હતા. કાર્યક્રમના અંતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત સૌ લોકો વચ્ચે જઈને રુબરુ પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી સાથે સંવાદ પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, સાંસદ, ધારાસભ્ય અને સ્થાનિક નેતાઓ સહિત મોટી સંખ્યામાં જૂનાગઢના શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.